SUREiTT INDIA

FAQ

હા, ભારતમાં રહેનાર દરેક વ્યક્તિ સ્યોરિટ ચા લઈ શકે છે. પણ, સ્યોરિટ ચા લેવા માટે રજીસ્ટર્ડ ગ્રાહક બનવું પડે છે.

ગ્રાહક બનવા માટે ઉંમરનો કોઈ બાધ્ય નથી. ગ્રાહક તો કોઈપણ ઉંમરનો હોય શકે છે. છતાં પ્લાનની સમજણ પડતી હોય તેટલી ઉમર હોવી આવશ્યક છે.

સ્યોરિટ ઇન્ડિયા કંપનીની વેબસાઈટ www.sureitt.com માં રજીસ્ટર્ડ ગ્રાહકની નોંધણી કરાવવી ફરજીયાત છે. આ નોંધણી પ્રક્રિયા અમારા રજીસ્ટર્ડ ડિસ્ટ્રીબ્યુટર દ્વારા જ કરાવી શકાય છે. તેઓને તમારી જરૂરી વિગત જણાવવાની રહેશે. જેવી કે, પૂરું નામ (આધાર કાર્ડ મુજબ), સરનામું, ઉંમર, ફોન નંબર, વારસદારની વિગત, વગેરે.

ના, રજીસ્ટર્ડ ગ્રાહક બનતા સમયે કંપની કોઈપણ પ્રકારનું ડોક્યુમેન્ટ માંગતી નથી. ફક્ત તમારા આધાર કાર્ડ નંબરના છેલ્લા 6 ડિજિટ જણાવવાના રહેશે. પણ રિફન્ડનો લાભ લેવા માટે HAPPY WELCOME માં જન્મનો દાખલો અને HAPPY ENDING માં મરણનો દાખલો, સાથે સાથે આધાર કાર્ડની ઝેરોક્સ કોપી જમા કરાવવાની રહેશે. ત્યારબાદ રિફંડનો ચેક આપવામાં આવશે. એક બાબતનું ખાસ ધ્યાન રાખો કે રિફંડનો ચેક લેતા પહેલા ઘરના કોઈપણ એક સભ્યનું નવું રજી.ગ્રાહક બનવાનું રહેશે.

હા, સ્યોરિટ ઇન્ડિયા કંપનીમાં રજીસ્ટર્ડ ગ્રાહક બનવા માટે બે પ્લાન અવેલેબલ છે. ગ્રાહક પોતાની મરજી મુજબ કોઈપણ એક પ્લાન પસંદ કરી શકે છે. (1) ફ્રી પ્લાન (૨) HWHE નોંધ : સુપર પ્રીમિયમ પ્લાનમાં તારીખ ૦૧.૦૯.૨૦૨૪ ના રોજથી નવા રજીસ્ટર્ડ ગ્રાહક બનાવી શકતા નથી. તેની ખાસ નોંધ લેવી. છતાં કોઈ ભૂલથી નોંધણી કરે છે તો ભવિષ્યમાં લાભ HWHE પ્લાન પ્રમાણે જ મળશે. સુપર પ્રીમિયમ પ્લાન ફક્ત તા. ૩૧.૦૮.૨૦૨૪ સુધી જોડાયેલા ગ્રાહકો માટે જ કાર્યરત રહેશે.

(A) HWHE પ્લાનમાં વાર્ષિક 600 રૂપિયા ચૂકવવાના રહેશે. HWHE પ્લાનમાં (1) HW માં પ્રથમ બાળકનો જન્મ થાય ત્યાં સુધી અને (2) HE માં જીવો ત્યાં સુધી દર વર્ષે ૬૦૦ રૂપિયાથી મેમ્બરશિપને રીન્યુ કરાવવાની રહેશે. મેમ્બરશિપ ચાર્જ ૧૦૦% રિફન્ડેબલ છે. તે પણ સરકારી બેન્ક રેટ વ્યાજ સહિત. આ મેમ્બરશિપમાં રજીસ્ટર્ડ ગ્રાહકને ચા ની ટોટલ રકમના 99% રિફન્ડનો લાભ મળવાપાત્ર છે. (A 1) HW ( HAPPY WELCOME ) માં Beneficiary તરીકે નોંધાયેલ વ્યક્તિ જયારે પ્રથમ બાળકનો પિતા બનશે મતલબ તેના પ્રથમ બાળકનો જન્મ થશે ત્યારે જેટલી પણ ચા ની ખરીદી કરેલ હશે તે ટોટલ રકમના 99% રકમ રિફંડ મળવાપાત્ર થશે. રિફંડ મેળવવા માટે બાળકના જન્મનો દાખલો કંપનીમાં જમા કરાવવાનો રહેશે, ત્યારબાદ જ રિફન્ડનો ચેક આપવામાં આવશે. રિફંડના ચેકની સાથે મેમ્બરશિપ ચાર્જના 600 રૂ.( દરેક વર્ષના ) પણ બેન્ક રેટ વ્યાજ સહિત પરત આપવામાં આવશે. (A 2) HE ( HAPPY ENDING ) માં ગ્રાહકનું મૃત્યુ થશે ત્યારે તેના વારસદારને નિયમ મુજબ ચા ની રકમની સાથે ટોટલ મેમ્બરશિપ ચાર્જ પણ પરત મળવાપાત્ર થશે. દા.ત. જો કોઈ રજી. ગ્રાહક જોડાયા વર્ષથી 10 વર્ષ જીવે છે અને (કંપનીના નિયમ મુજબ રેગ્યુલર ચા ની ખરીદી પણ કરેલ છે) તેનું મૃત્યુ થાય છે તો તેના વારસદારને 99% ચા ની રકમની સાથે 10 વર્ષના 600 રૂપિયા મેમ્બરશિપ ચાર્જનો ( 6000 + બેન્ક રેટ વ્યાજ) ચેક અલગથી આપવામાં આવશે. (B) ફ્રી મેમ્બરશિપ પ્લાનમાં કોઈપણ પ્રકારનો ચાર્જ ચૂકવવાનો હોતો નથી. આ મેમ્બરશિપમાં રજીસ્ટર્ડ ગ્રાહકને ચા ની ટોટલ ખરીદીના 50% રિફન્ડનો લાભ મળવાપાત્ર છે. ધ્યાનમાં રાખો: ફ્રી પ્લાન અને HWHE પ્લાનમાં દર મહિને ૫૦૦ ગ્રામ ચા ની ખરીદી કરવાની રહેશે. ચા ની ખરીદી લિમિટ મહિનાની 500 ગ્રામ છે. બંને પ્લાનમાં એક કોમન નિયમ લાગુ પડશે કે જે મહિને ૫૦૦ ગ્રામ ચા ની ખરીદી નહી કરેલ હશે તે મહિને આગળના મહિનાનો તમામ ચા નો હિસાબ જીરો થઇ જશે અને જો પછીના મહીનેથી ફરીથી ચા ની ખરીદી ચાલુ કરો છો તો નવેસરથી હિસાબ ચાલુ થશે. કોઈ એવા સંજોગો બને કે HAPPY WELCOME પ્લાનમાં Beneficiary વ્યક્તિનું મૃત્યુ થાય છે તો તેવા સંજોગોમાં ચા ની ટોટલ ખરીદીના 99 % અને મેમ્બરશિપ ચાર્જ દરેક વર્ષના રીન્યુઅલ સાથે બેન્ક રેટ વ્યાજ સહિત પરત આપવામાં આવશે. રિફંડ લેવા માટે મરણનો દાખલો કંપનીમાં જમા કરાવવાનો રહેશે.

(1) ફ્રી પ્લાનમાં ચા ની ખરીદીની ટોટલ રકમના 50 % રકમનો રીફંડનો લાભ મળવાપાત્ર છે. (2) HWHE પ્લાનમાં ચા ની ખરીદીના ટોટલ રકમના 99 % રકમનો રિફન્ડનો લાભ મળવાપાત્ર છે. જોડાયા મહિનાથી HW માં પ્રથમ બાળકનો જન્મ થાય ત્યાં સુધી અને HE માં રજી. ગ્રાહકનું મૃત્યુ થાય ત્યાં સુધી દર મહિને 500 ગ્રામ ચા ની ખરીદી કરવી ફરજીયાત છે. જે મહિને 500 ગ્રામ સ્યોરિટ ચા ની ખરીદી નહીં થયેલ હોય તે મહિને ટોટલ હિસાબ જીરો થઈ જશે અને પછીના ગમે તે મહિનેથી સ્યોરિટ ચા ની ખરીદી ચાલુ કરશો તો નવેસરથી હિસાબ ચાલુ થશે.

જે મહિને 500 ગ્રામ ચા ની ખરીદી નહીં થયેલ હોય તે મહિને આગળના તમામ મહિનાની ચા ની ખરીદીનો ટોટલ હિસાબ જીરો થઈ જશે અને પછીના ગમે તે મહિનેથી ફરીથી સ્યોરિટ ચા ની ખરીદી ચાલુ કરો છો તો નવેસરથી હિસાબ ચાલુ થશે. ચા નો ભાવ માર્કેટ પ્રમાણે વધ ઘટ થઈ શકે છે. રિફન્ડનો ચેક લેતા પહેલા વારસદારે પોતે અથવા પોતાના પરિવારમાંથી કોઈ એક સભ્યનું નવું રજીસ્ટર્ડ ગ્રાહક બનવું જરૂરી છે. પછી જ રિફન્ડનો લાભ મળવાપાત્ર થશે. HWHE પ્લાનમાં નિયમ મુજબ ખરીદી થયેલ હશે અને દર વર્ષે ફરજીયાત મેમ્બરશિપ રીન્યુઅલ થયેલ હશે તો ટોટલ મેમ્બરશિપ ચાર્જ રીન્યુઅલ સાથે 100% બેન્ક રેટ વ્યાજ સહીત (ચા ની ખરીદીના રિફંડની સાથે સાથે જ) પરત આપવામાં આવશે. રજી.ગ્રાહક બનવા માટે ઉંમરનો કોઈ બાધ્ય નથી. ચા ની ખરીદી પોતે પોતાની રીતે કરી લેવાની રહેશે. ચા લીધા બાદ તેની ઓનલાઇન નોંધણી કરાવવાનું ચૂકશો નહી. ચા નું બિલ તમારા ઓનલાઇન વેબસાઈટના એકાઉન્ટમાં નોંધણી કરાવ્યા બાદ જનરેટ થઇ જાય છે જેને તમે જોઈ શકો છો અને જરૂર પડ્યે તેની પ્રિન્ટ પણ કાઢી શકો છો. તમારા 600 રૂપિયા મેમ્બરશિપની રીસિપ્ટ પણ તમારા કંપનીના ઓનલાઇન એકાઉન્ટમાં જનરેટ થઇ જશે. જેને જોઈ શકાય છે અથવા જરૂર પડ્યે પ્રિન્ટ નીકાળી શકાય છે. એક વાર નામ ગ્રાહક તરીકે રજીસ્ટર્ડ થઈ જાય ત્યારબાદ જાતે નામ રદબાતલ થઈ શકતું નથી કે નામ નીકળી શકતું નથી, તેથી ખુબ જ સમજી વિચારીને અને સંપૂર્ણ જાણકારી લીધા બાદ જ રજીસ્ટર્ડ ગ્રાહક બનવું. સ્યોરિટ ઇન્ડિયા કંપની ક્યારેય પણ કોઈને દબાણ કે લાલચ આપતી નથી, તેમ છતાં કોઈના પણ દબાણમાં કે લાલચમાં આવીને રજીસ્ટર્ડ ગ્રાહક બનવું નહીં. પોતાની સ્વેચ્છાએ અને સ્વ મરજીથી જ જોડાવવું. ખાસ એક બાબતનું ધ્યાન રાખવું કે જોડાયા મહિનાથી રિફંડનો લાભ લેવાના મહિના સુધી કોઈ મહિનો ભૂલ્યા વગર દર મહિને 500 ગ્રામ ચા ની ખરીદી કરી લેવાની ચૂકશો નહિ. જોડાયા બાદ તમે જે રેગ્યુલર ચા ની ખરીદી કરતા હોય, તો તે તમારી મહિનાની ખરીદીની એવરેજ ગણવામાં આવશે. દા.ત. જો તમે ઘરની જરૂરિયાત મુજબ અથવા વપરાશ મુજબ દર મહિને 500 ગ્રામ ચા ની ખરીદી કરો છો તો તે 500 ગ્રામ ચા તમારી એવરેજ ખરીદી થઇ. જો એક કિલોગ્રામ ચા તમે જરૂરિયાત મુજબ દર મહિને ખરીદતા હોય તો તે તમારી દર મહિનાની એવરેજ ખરીદી થઇ. તો ખાસ ધ્યાન રાખો કે રિફંડ સમયે આ એવરેજ ખરીદી જ માન્ય ગણવામાં આવશે. કોઈ મહિને ઓવેર ખરીદી કરી હશે તો તે માન્ય ગણાશે નહિ અને આવી ઓવર કે વધારાની ખરીદીનું રિફંડ મળશે નહિ. જયારે કોઈ રેગ્યુલર ચા લેતા ગ્રાહકનું આકસ્મિક મૃત્યુ થાય છે ત્યારે, મૃત્યુની તારીખના દિવસે ખરીદેલી ચા નું રિફંડ મળવાપાત્ર થશે નહીં. કંપનીનો ઉદ્દેશ બિઝનેશ કરતા સેવા કે મદદ કરવાનો હેતુ વધારે છે, તો નિયમો અનુસરો અને પૂરતો સહકાર આપો. કેમ કે સમાજમાં વસ્તુ વાપરો અને બચત કરો તેવો કોન્સેપટ કોઈ ચલાવતું નથી. ફક્ત સ્યોરિટ ઇન્ડિયા કંપની તમારી વસ્તુ ખરીદીમાથી બચત થાય અને જીવનમાં તે બચત તમારા પરિવારને કામ લાગે તેવા ઉદ્દેશથી કાર્ય કરી રહી છે. તો નિયમોમાં રહીને જ ખરીદી કરો. કોઈપણ જુના પ્લાનમાંથી નવા પ્લાનમાં એન્ટ્રી લો છો તો નવા પ્લાનના નિયમો લાગુ પડશે. દા.ત. જુના પ્લાનમાં બોનસ સિસ્ટમ હતી. જો ગ્રાહક તે પ્લાનમાંથી નવા પ્રીમિયમ પ્લાનમાં એન્ટ્રી લે છે તો જેટલું પણ બોનસ હશે તે નવા પ્લાનમાં ગણવામાં આવશે નહીં. ફક્ત ચા નો હિસાબ જ લેવામાં આવશે. એકવાર જુના પ્લાનમાંથી નવા પ્લાનમાં તબદીલ થઇ ગયા બાદ જુના પ્લાનમાં પણ પરત જઈ શકાશે નહીં. ચા નો જૂનો હિસાબ પણ નવા પ્લાનમાં નવી તારીખોમાં એકત્રિત કરીને નાખવામાં આવશે.

સ્યોરિટ ઇન્ડિયા કંપનીની ચા નો એક રેગ્યુલર સ્વાદ (ટેસ્ટ) ક્રિએટ કરેલ છે તો અગર કોઈને ચા નો ટેસ્ટ ન ફાવે તો એનો મતલબ એ નથી કે ચા ખરાબ છે. અમે વિશ્વાસ પૂર્વક કહીએ છીએ કે રેગ્યુલર અપનાવશો તો અમુક સમય બાદ સ્યોરિટ ચા પણ આપને ફાવી જશે. જેમ કે દૂર ના એરિયાનું પાણી આપણને શરુવાતમાં ન ફાવે પણ રોજ પીવાનું થાય તો પછી ફાવી જાય છે તેવી રીતે જ અમારી ચા માં પણ બનશે. દરેક ચા ની કંપનીનો પોતાની ચા નો એક અલગ ટેસ્ટ ઉભો કરેલ હોય છે. તમે વર્ષો સુધી એક જ કંપનીની ચા પીધી હોય તો સ્વાભાવિક છે કે કંપની બદલાય તો તેનો ટેસ્ટ પણ બદલાશે, તો તે ટેસ્ટને જીભે ચડતા થોડો સમય લાગી શકે છે. તો થોડો સમય આપો અને બચતનો લાભ લો.

હા, 31 જુલાઈ 2024 સુધીમાં 150 થી પણ વધારે રજિસ્ટર્ડ ગ્રાહકના વારસદારોને તેમના પ્લાન મુજબ રિફન્ડના ચેક આપી દેવામાં આવ્યા છે.

સ્યોરિટ ઇન્ડિયા કંપની અમદાવાદ (ગુજરાત) થી સંચાલિત છે. સ્યોરિટ ઇન્ડિયા કંપની GST સર્ટિફાઈડ , ટ્રેડમાર્ક સર્ટિફાઈડ, FSSAI સર્ટિફાઈડ ધરાવતી કંપની છે. સાથે સાથે ISO 22000 : 2018 સર્ટિફાઈડ પણ છે. તદુપરાંત સ્યોરિટ ઇન્ડિયા કંપનીએ ગુજરાત સરકાર સાથે ગુજરાત વાઇબ્રન્ટ સમિટ 2023 માં MOU પણ કરેલ છે. અત્યારે હાલ સ્યોરિટ ઇન્ડિયા કંપની ગુજરાતના 250 થી પણ વધારે ગામડાઓમાં કાર્યરત છે. કંપની નું સૂત્ર છે " જો ચા અમારી તો બચત તમારી ". કંપનીનો ધ્યેય સ્પષ્ટ છે કે અત્યારે મોંઘવારીના જમાનામાં સામાન્ય માણસ માટે બચત કરવી શક્ય નથી. તો કંપની નવો જ આઈડિયા લઈને માર્કેટમાં આવી છે કે તમે જે વસ્તુ વાપરો છો, જેને તમે બજારમાંથી અન્ય જગ્યાએથી લો જ છો, તો તમને કદાચ તરત જ થોડું ઘણું ડિસ્કાઉન્ટ કે કોઈ ગિફ્ટ મફત મળી જશે. પણ પછી શું ? જયારે સ્યોરિટ ઇન્ડિયા કંપની તાત્કાલિક કોઈ લાભ નહીં આપે, તે જ પ્રોડક્ટ ઉપર ડિસ્કાઉન્ટ ખરું પણ તરત નહીં આપે, ગ્રાહકના મૃત્યુ બાદ તેના જ વારસદારને ભેગું થયેલું ડિસ્કાઉન્ટ પ્લાન મુજબ એક સાથે પરત આપશે. કંપની અત્યાર સુધીમાં ઘણા ગ્રાહકોને ભેગું થયેલું ડિસ્કાઉન્ટ પરત આપી પણ ચુકી છે. અન્ય રીતે સમજો તો તમારા માટે તો બચત જ થઇ રહી છે. જે ભવિષ્યમાં તમારા વારસદારને જ કામ લાગશે.

ના, આ MLM કંપની નથી કે કોઈ ચેઇન સિસ્ટમ પણ નથી. અહીંયા કોઈ કસ્ટમરે બીજા કસ્ટમરને જોડવાના નથી. છતાં જો કોઈ કસ્ટમર બીજા કસ્ટમરને રેફર કરે છે કે લાવે છે તો આવું કરવા માટે તેને કોઈ એક્સ્ટ્રા લાભ મળશે નહીં. તમને સારું લાગે તો બીજાને જણાવી શકો છો. પણ એ તમારી સ્વેચ્છાની વાત છે.
SUREiTT INDIA

Happy Ending.